મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો
મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
SHARE
મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક નાગબાઈ માતાના મંદિર પાસે રાત્રિના દસેક વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં આગળ જતા ટ્રેલરના ચાલકે અચાનક જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલું એકટીવા ટ્રેલરની પાછળ અથડાયું હતું.જે બનાવમાં મૂળ હળવદના ઈશ્વરનગરના અને હાલ મોરબી મહેન્દ્રનગર ગામ પાસે રહેતા યુવાનનું મોત નિપજેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઉપરોકત બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિપુલભાઈ વનજીભાઈ કૈલા (૩૬) રહે.ઈશ્વરનગર તા.હળવદ હાલ રહે.ઉમા રેસિડેન્સી હળવદ રોડ આઇટીઆઇ પાસે મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ દ્રારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે ૦૫ જીબી ૨૫૭૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ વનજીભાઈ કૈલા (૩૭) હાલ રહે.ઉમા રેસીડેન્સી મહેન્દ્રનગર મોરબી મૂળ રહે. ઈશ્વરનગર તા.૭ ના રોજ રાત્રિના દસેક વાગ્યે એકટીવા લઈને જતા હતા.ત્યારે મોરબી-હળવદ રોડ ઉપર નાગબાઈ માતાના મંદિર પાસે આગળ જતા ઉપરોક્ત નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે જોરદાર બ્રેક મારતા તેઓના ભાઈ જીતેન્દ્રભાઈ કૈલાનું એકટીવા ટ્રેલરના પાછળ અથડાયું હતું. જે બનાવમાં માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી જીતેન્દ્રભાઈ કૈલાનું મોત નિપજ્યું હતું.તેઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસાડાયો હતો અને ફરિયાદ નોંધાતા હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સોંદરવા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.