માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા
મોરબી રવિરાજ ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માતમાં બે લોકોને ઈજા
SHARE
મોરબી રવિરાજ ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માતમાં બે લોકોને ઈજા
મોરબી-માળીયા હાઈવે રવિરાજ ચોકડી પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લીધી હતી. આ બનાવમાં જયાબેન ડાયાભાઈ કંઝારીયા (60) અને રૂદ્ર વિનોદભાઈ કંઝારીયા (15) રહે. બંને શાસ્ત્રીનગર રાજકોટને ઈજાઓ થયેલ હોવાથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબીના સામાકાંઠે ઈન્દીરાનગર પાસે રહેતા પરિવારની સુરેના ઈરફાનભાઈ ભટ્ટી નામની ચાર વર્ષના બાળકને બાઈક ચાલકે હડફેટે લેતા તેણીને અહીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.આ બનાવમાં અકસ્માત બાદ ઝગડો થયા બાદ મારામારી થયેલ હતી જેમાં ઈજાગ્રસ્ત થયેલા નવધણ ધીરજભાઈ મકવાણા (23) અને કોમલબેન નવધણભાઈ (22) રહે. રણછોડનગર નવલખી રોડને ઈજાઓ થયેલ હોય તે બંનેને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.
મારામારી
મોરબી-2 ઉમીયાનગર વિસ્તારમાં રહેતા નિમુબેન ત્રીકમભાઈ બારોટ (45)ને અજાણ્યા માણસે માર મારતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા તેમજ મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા ધવલ જગદીશભાઈ રાંકજા (27) નામના યુવાનને થોરાળાના રસ્તે બાગખાન ફાર્મ નજીક મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો. જયારે મોરબી-માળીયા હાઈવે ટીંબડી ગામ પાસેના ગણેશનગરમાં રહેતા નર્મદાબેન મનસુખભાઈ પરમાર (35) નામની મહિલાને ઘરે પતિ-સાસુએ માર મારતા તેમને અહીની સિવિલે સારવાર માટે ખસેડાયા હોય સ્ટાફના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
દારૂ સાથે પકડાયો
મોરબીના ધુળકોટ ગામે રહેતા નિલેશ કાંતીલાલ ચંદારાણા (48) નામનો યુવાન ગામની નદી પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે અટકાવી જડતી લેતાતેના પાસેથી દારુની ચાર બોટલ કિંમત રૂા.ચારસોનો મુદામાલ મળી આવેલ હોય પ્રોહિબીશન એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબીના બહાદુરગઢ ગામ પાસે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન કરાયેલ છે. ત્યાં પદયાત્રી અનસોયાબેન કુરલા (60) રહે. જુનાગઢ નામના વૃદ્ધાને કેમ્પમાં માનસીક અસ્વસ્થતા જણાતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબીના નવા જાંબુડીયા ગામે પિતાએ હાથ-ધોકા વડે માર મારતા છ વર્ષની ચાંદની સતીષભાઈ ડેડવાણીયાને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવતા પોલીસે બંને બનાવો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાહન અકસ્માત
મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા વાંકાનેર દરવાજા નજીક બાઈક સાથે રીક્ષા અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલા ચાલીસેક વર્ષીય અજાણ્યા યુવાનને અત્રેની સિવિલે ખસેડાયો હતો.જયારે પંચાસર રોડ પુષ્કર પેલેસમાં રહેતા સુરેશભાઈ પ્રભુભાઈ વડાવીયા (53)ને ઘરે પત્ની-પુત્રએ માર મારતા સુરેશભાઈને સારવારમાં દવાખાને લઈ જવાયા હતા અને લીલાપર રોડ ઈલેકટ્રીક સ્મશાન નજીક ઉબળ-ખાબળ રોડના લીધે સર્જાયેલ વાહન અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા દક્ષાબેન અનિલભાઈ મકવાણા (45) અને આકાશ અનિલભાઈ રહે. બંને લીલાપર રોડ મોરબીને અહીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા