મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન


SHARE









મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન

નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા, સમાનતા અને બંધુત્વનો અદભુત સંદેશ આપવા માટે પ્રેરણાદાયી કાર્યક્રમ મોરબીમાં યોજાયો હતો જેમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ (રાજકોટ) અને સામાજિક સમરસતા મંચ (મોરબી) ના હોદેદારો દ્વારા નવરાત્રીના પ્રથમ નોરતે દીકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું.

મોરબીના આરએસએસના 35 જેટલા સ્વયંસેવકોના પરિવારો દ્વારા અનુસૂચિત જાતિ (હિન્દુ સમાજ) ની 133 દીકરીઓનું પોતાના ઘરે આમંત્રિત કરવામાં આવી હતી અને પરિવારના સભ્યોની જેમ જ દીકરીઓને આવકારીને વડીલો દ્વારા તેઓનું માતૃશક્તિ સ્વરૂપે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ દીકરીઓને ભક્તિભાવપૂર્વક લ્હાણી (ભેટ) અર્પણ કરી સ્નેહભોજન કરાવવામાં આવ્યું હતું. ખાસ કરીને સમાજના તમામ વર્ગો વચ્ચે સમરસતા સ્થપાય અને આત્મીય સંબંધો ગાઢ બને તેવી ભાવના સાથે આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટની મોરબી શાખા, સામાજિક સમરસતા મંચ અને આરએસએસના કાર્યકર્તાઓ તથા તેમના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News