ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ
SHARE
ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ
ટંકારાના કલ્યાણપર રોડે આવેલા તળાવમાં મગર જોવા મળ્યો હતો જેથી આ અંગેની જાણ પાલિકાના પ્રમુખને કરવામા આવી હતી અને જે તળાવમાં મગર દેખાયો હતો તેની આસપાસમાં રહેણાક વિસ્તાર હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
ટંકારાના કલ્યાણપર રોડે આવેલા તળાવ પાસે શ્રમિક કુદરતી હાજતે ગયો હતો અને ત્યાં તળાવ પાસે પાણી લેવા માટે ગયો હતો ત્યારે તેને મહાકાય મગર ત્યાં દેખાયો હતો. જેની વાત સમગ્ર ટંકારામાં ફેલઇ જતાં ટંકારા પાલિકા પ્રમુખ પંકજભાઈ સહિતના ચૂંટાયેલા સભ્યો અને પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને જે જગ્યાએ મગર દેખાયો હતો તે સ્થળનું નિરીક્ષણ કરીને આ બનાવની ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફીસરને જાણ કરતાં ફોરેસ્ટની ટીમ દ્વારા મગરને પકડવા માટે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી.