સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા
મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત
SHARE
મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત
મોરબીમાં સરદાર બાગ પાસે બોલેરો પાછળ બાઈક ઘુસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. વાઘપરામાં રહેતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દીધો હતો. બનાવને લઇ યુવાનના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના વાઘપરામાં શેરી નં 12 રહેતા અંકિત પ્રવીણભાઈ ડાભી (ઉ.વ.20) નામનો યુવાન ગઈકાલ સાંજે 5 વાગ્યા આસપાસ બાઈક લઈને જતો હતો ત્યારે સરદાર બાગ પાસે બોલેરોની પાછળ બાઈક અથડાઈ જતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે મોરબી હોસ્પિટલ અને વધુ સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલના ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું. બનાવને પગલે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતનો ભોગ બનનાર યુવાન લોન્ડ્રીંનુ કાર કરતો હતો. ગઇકાલે લોન્ડ્રી માટે તે કપડાં લેવા જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. મૃતક બે ભાઈ બે બહેનના પરિવામાં સૌથી નાનો અને અપરિણીત હતો. યુવાન પુત્રના અકાળે મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.