મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત


SHARE









દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત

મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ દિલ્હીના જંતર મંતર ખાતે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જવા માટે મોરબીથી રવાના થઈ રહ્યા હતા તેવામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓની કારને પોલીસ દ્વારા રોકી લેવામાં આવી હતી અને હાલમાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની પોલીસે અટકાયત કરીને બી ડિવિઝન ખાતે તેઓને બેસાડી દઈને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

દિલ્હી જંતર મંતર ખાતે આગામી તા 12 ના રોજ કોંગ્રેસ દ્વારા દેશના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે જેમાં દેશના જુદા જુદા રાજ્ય, જિલ્લામ શહેર તથા ગામોમાંથી યુવાનો સહિતના કોંગ્રેસનાં આગેવાનો દિલ્હી તરફ જઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સૂરી પણ દિલ્હી જવા માટે થઈને રવાના થઈ રહ્યા હતા દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી વસીમભાઈ મન્સૂરીની કારને રોકીને તેઓની અટકાયત કરવામાં આવે છે અને હાલમાં તેઓને દિલ્હી જતા રોકવામાં આવ્યા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવામાં આવેલ છે.




Latest News