મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ

નવરાત્રીમાં ગરબે રમીને માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે જેથી નવરાત્રિની સહુ કોઈ આતુરતાથી રાહ જોતાં હોય છે અને નવ દિવસ સુધી માતાજીની શ્રાદ્ધ અને ભક્તિ સાથે આરાધના કરવામાં આવે છે જો કે, નવરાત્રિ પહેલા મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામા આવ્યું હતું.

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ધો 8 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા રમવા માટે આવી હતી અને સતત ત્રણ કલાક સુધી દીકરીઓએ રસ ગરબા રમી હતી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્કૂલના મેદાનમાં યોજાયેલ પ્રિ નવરાત્રીમાં ભાગ લઈને ગરબાના અવનવા સ્ટેપ રજૂ કરનાર વિદ્યાર્થીનીઓમાંથી વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને ઈનામ આપીને સન્માનીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને પ્રમોદસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તમામ વ્યવસ્થાક કરવામાં આવી હતી.




Latest News