મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ


SHARE









ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ

હળવદના લોકો માટે છેલ્લા ઘણા વર્ષોથી માથાના દુખાવા સમાન બનેલા વેગડવાવ રેલવે ફાટકની ટ્રાફિક સમસ્યાનો હવે કાયમી અંત આવવા જઈ રહ્યો છે. સરકારની "ફાટક મુક્ત ભારત" યોજના અંતર્ગત વેગડવાવ રેલવે ફાટક પર ભવ્ય ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાના 76.19  કરોડના મેગા પ્રોજેક્ટને આખરી મંજૂરી મળી ગઈ છે.

હળવદના 25 જેટલા ગામડાઓને શહેર સાથે જોડતો આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. રોજ હજારો વાહનો, સ્કૂલ બસો, ખેડૂતોના ટ્રેક્ટર અને એમ્બ્યુલન્સ આ ફાટક પરથી પસાર થાય છે. ટ્રેન આવે ત્યારે ફાટક બંધ રહેતા કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થઈ જતો હતો. આ સમસ્યાને ધ્યાને લઈને તંત્ર દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરથી લઈને જોગણી માતાજીના મંદિર સુધી આધુનિક ઓવરબ્રિજ અને હાલ જ્યાં રેલવે ફાટક આવેલું છે ત્યાં જ અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલે જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ હવે માત્ર કાગળ પર નથી, પરંતુ ધરા પર સાકાર થવા જઈ રહ્યો છે. પ્રોજેક્ટ માટે જરૂરી તમામ જમીનની ફાળવણી અને નાણાકીય મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને કામ કરવા માટે એજન્સી પણ ફાઈનલ થઈ ગઈ છે." વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. 15 ઓક્ટોબર ના રોજ આ પ્રોજેક્ટનું ભવ્ય ખાતમુહૂર્ત  યોજાશે અને ત્યારબાદ તરત જ કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા કેન્દ્રમાં રેલવે મંત્રાલય સમક્ષ અને હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરવામાં આવી હતી, સાથે નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે પણ સ્થાનિક સ્તરે સતત સંકલન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા 25 ગામોના ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વાહનચાલકોને ટ્રાફિકની લાંબી કતારોમાંથી કાયમી મુક્તિ મળશે.




Latest News