મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામે બેંક સીરામીક ખાતે મજુરીકામ કરતા પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર નિવિયાન કાનાભાઈ ડામોર યુનીટ ખાતે રમતો હતો ત્યારે બેદરકારી પુર્વક લોડર હંકારીને લોડરના ચાલકે નિવિયાનને હડફેટે લીધો હતો. જે બનાવમાં બાળકનું મોત નિપજેલ છે. ડેડબોડી સિવિલે ખસેડાયા બાદ તાલુકા પોલીસને જાણ થતા સ્ટાફના બળદેવભાઈ દેત્રોજાની આગળની તપાસ ચલાવી રહ્યા છે.જયારે ટીંબડી પાસે રહેતી રાધીકાબેન વિજયભાઈ પરેસા નામની 24 વર્ષીય પરણીતા કોઈ કારણોસર ફીનાઈલ પી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. જેથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ અંબારીયાએ તપાસ કરી હતી.

સાપ કરડી ગયો
બરવાળા ગામે કામ દરમ્યાન ખેતરમાં સાપ કરડી જતા રમણ બાબુભાઈ સલાટ (24)ને તેમજ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે વાડીએ કામ દરમ્યાન સાપ કરડી જતા મરીયમબેન હુશેનભાઈ કડીવારને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતો. જયારે કચ્છના રાપર ખાતે બહાદુરસિંહ જાડેજાની વાત ચિત્રોડ ગામે રહેતો તૌસીફ અબ્દુલભાઈ રાઉમા નામનો યુવાન ગામમાં બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી લેતા
માળીયા (મીં)ના જુના ઘાંટીલા ગામે રમેશભાઈ વિડજાની વાડીએ રહી ખેતમજુરી કરતા પરિવારની કોકીલાબેન રામસીંગ નાયક નામની 42 વર્ષની મહિલા અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જયારે શનાળા ગામે રહેતો સવજી દિલીપભાઈ રાણવા (22) નામનો યુવાન એકટીવા લઈને ટંકારાથી રામપર જતો હતો ત્યારે રસ્તામાં વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

વાહન અકસ્માત
ટંકારાના નેકનામથી પડધરી જતા રસ્તે અકસ્માતમાં પ્રદીપ માંડીલ (35) રહે. ગ્રીનચોક, અકરમ મુકેશભાઈ ગોઠીયા (25) રહે.ગ્રીનચોક અને સાહિબ ઈમરાન માંડવીયા (20) રહે. ટંકારાને ઈજાઓ થયેલ હોય ત્રણેયને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જયારે ઢુવા ખાતે રહેતા કલ્પનાબેન રાકેશભાઈ બવળીયા નામની 35 વર્ષીય મહિલાને સરતાનપર રોડ મોટો સીરામીક નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા તેમજ લખધીરપુર રોડ કોરલ ગોલ્ડ સિરામીક ખાતે રહી મજુરી કરતો કમલેશ રામસીંગ રોમ (25) નામનો યુવાન લખધીરપુર રોડ ખાતે રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News