મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં
મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી
SHARE
મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી
ટંકારા તાલુકાનાં લજાઈ પાસે આવેલ ઉમા સંસ્કાર ધામમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ તરીકે મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની તેમજ ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણીની વરણી કરાઇ છે..
આ બેઠકમાં મોરબી જિલ્લા ઓઈલ મીલ એસો.ના નવા હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ પદે હિતેશભાઈ ભીમાણી અને ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ નાયકપરાની વરણી કરાઈ છે, તેમજ ખજાનચી અને મંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને એસો.ની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા મહામંત્રી, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોની નવી કારોબારી ટીમની પણ રચના કરવામાં આવી છે. અને સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ નવનિતભાઈ કુંડારિયા અને ઉપપ્રમુખ હિતેશભાઈ ભીમાણી સહિતની નવી ટીમની નિમણૂકથી એસો.ના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી ટીમ આગામી સમયમાં ઓઈલ મિલ ઉદ્યોગના હિતોનું જતન કરવા, વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે અને ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવાની દિશામાં કામ કરશે.