મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
SHARE
મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન મોરબીની શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ સભામાં સંઘના સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષકસમાજના હિતોનું જતન કરવા અને શૈક્ષણિક ક્ષેત્રની પ્રગતિ માટે સહિયારા પ્રયાસોને વેગ આપવાના ઉમદા હેતુ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી કાર્યકારિણીના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે ભગવાનભાઈ એ. કુંભરવાડીયા, મહામંત્રી તરીકે વિશાલભાઈ એમ. ગોધાણીની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખમાં બાબુલાલ એલ. પીઠિયા, સચીનભાઈ એસ. કામદાર, પાલાભાઈ કે. વરૂ અને સમસુદ્દીનભાઈ યુ. માથકિયા તેમજ સહમંત્રીમાં મહેન્દ્રભાઈ વી. કચોટ અને હિતેશભાઈ કૈલા, સંગઠનમંત્રીમાં પરબતભાઈ પી. લાખણોત્રા, કોષાધ્યક્ષમાં વરજાંગભાઈ વી. ચોપડા, અન્વેષક: અનિલભાઈ એચ. કૈલા અને કાર્યાલયમંત્રી તરીકે વિનોદભાઈ આર. કૈલા, મહિલા પ્રતિનિધિઓમાં અંજનાબેન ફટાણીયા, કલ્પનાબેન રૂપાપરા અને સંગીતાબેન દેસાઈ તેમજ કારોબારી સભ્યોમાં ઇમરાનભાઈ આઈ. બાદી, લખુભા એ. ગોહિલ, એસ. એ. શેરસિયા અને ડૉ. મનોજકુમાર ચનીયારાની વરણી કરવામાં આવેલ છે. અને અંતમાં સંસ્થાના પ્રમુખે કહ્યું હતું કે, “શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ સમાજના ભાવિનું ઘડતર કરનાર અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર આધારસ્તંભ છે.” શિક્ષકોને હકારાત્મક, રચનાત્મક અને ગુણવત્તાસભર શૈક્ષણિક વાતાવરણ મળે તથા શિક્ષણક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે સામૂહિક પ્રયાસો થાય તે દિશામાં સંઘ અસરકારક ભૂમિકા ભજવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો