મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા


SHARE









વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા

મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમે દારૂના જુદા જુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ હવાલે કરેલ છે.

સરહદીય રેન્જના આઈજી તેમજ મોરબી જિલ્લાના એસપી દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એસ.પી.જાડેજા અને તેઓને ટીમ કામ કરી રહી છે દરમિયાન તા. 1 થી 15 સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવે છે તેવામાં વાંકાનેર તાલુકામાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વિકિયાણી (38) રહે. સરાયા તાલુકો ટંકારા વાળાની વાંકાનેર બાઉન્ડ્રીએ પુલની નીચેથી અટકાયત કરીને તેને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે જ્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશાલભાઈ ભીખુભાઈ ઓળકિયા (25) રહે જીંજુડા તાલુકો ચોટીલા વાળાને વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર વઘાસીયા ટોલનાકા પાસેથી પકડીને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે




Latest News