મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય


SHARE









મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે.જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી.


આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિતગત 1.70 લાખની સહાય 4 હપ્તામાં ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને https://eSamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મોરબી જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને નોંધ લેવા અને વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ ન- 46,47 નો સંપર્ક કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક ની યાદીમાં જણાવાયું છે.




Latest News