ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
SHARE
ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
ટંકારાના વિરપર ગામે સમસ્ત ગામ તથા શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે ભવ્ય નાટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, અનિવાર્ય કારણોસર આ નાટકને હાલમાં મૌકૂફ રાખવામા આવેલ છે.
વિરપર ગામે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૧૦-૨૦૨૬, ગુરૂવાર (પાંચમા નોરતા) ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ગામના કામધેનુ આશ્રમ ખાતે આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કલાકારો દ્વારા શૌર્ય અને બલિદાનની ગાથા વર્ણવતું ઐતિહાસિક નાટક "વિરમાંગળાવાળો" તથા દર્શકોને ખડખડાટ હસાવતું હાસ્ય નાટક (કોમિક) "ધળાવગરનો ધણી" ભજવવામાં આવનાર હતા જો કે, ગૌશાળાના લાભાર્થે યોજાઈ રહેલા આ નાટકને હાલમાં અનિવાર્ય કારણોસર મૌકૂફ રાખવામા આવેલ છે. તેવી માહિતી શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિરપર ગામ સમસ્ત દ્વારા આપવામાં આવેલ છે. અને આ કાર્યક્રમની આગામી નવી તારીખ અને આયોજન અંગે આગમી સમયમાં આયોજકો દ્વારા જાણ કરવામાં આવશે