વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા
મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત
SHARE
મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈટીઆઈ નજીક રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો થતાં હોય છે જેથી રોષે ભરાયેલા આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવેલ હતો જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા ઉપરથી વિદ્યાર્થીઓને સજાવીને દૂર કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવેલ હતો ત્યાર બાદ વિદ્યાર્થીઓ સહિતના લોકો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ મહેન્દ્રનગર ગામ પાસે આઈટીઆઈ આવેલું છે જેમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓમાંથી ગઈકાલે બે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા અને બંને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જો કે, અવારનવાર આઈટીઆઈના દરવાજાની સામેના ભાગમાં હાઇવે રોડ ઉપર અકસ્માતો થતા હોય છે જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી હતી અને આ અકસ્માતને અટકાવવા માટે આઈટીઆઈ પાસે સ્પીડ બ્રેકર પણ મૂકવામાં આવેલ નથી જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ દ્વારા આજે સવારે 10:30 થી 11:00 વાગ્યાના અરસામાં આઈટીઆઈ સામે મોરબીથી હળવદ તરફ આવવા અને જવા માટેના મુખ્ય રસ્તા ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી બંને બાજુએ ટ્રક, ડમ્પર, કાર વગેરે જેવા વાહનોના થપ્પા લાગી ગયા હતા આ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા તાત્કાલિક પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા ઉપર રહેલા વિદ્યાર્થીઓએ સમજાવીને રસ્તાની સાઇડમાં કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ટ્રાફિકને કાર્યરત કર્યો હતો જો કે, પ્રશ્નનો કાયમી ઉલેક આવે તેના માટે મોરબીના આઈટીઆઈ ખાતે અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ સહિતના લોકો આઈટીઆઈથી સીધા જ મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આઇટીઆઇની સામે થતાં અકસ્માતોને રોકવા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી