મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી


SHARE









મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દિન દયાલ અંત્યોદય યોજના (DAY –NULM) અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ નું સંચાલન મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS) ના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન મારફતે શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય, બંને ટાઇમ ભોજન, ચા નાસ્તા, કપડાં ઉપરાંત, અહીંયા દરેક આશ્રિતો ઘર જેવું વાતાવરણ અનુભવી શકે તે માટે દરેક તહેવારો ની ધામધૂમથી જાહેર ઉજવણી કરવામાં આવે છે. હાલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આશ્રયગૃહ ખાતે પણ આશ્રિતો માટે નવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રયગૃહ ના તમામ આશ્રિતો બંને ટાઇમ ભક્તિભાવ પૂર્વક પરંપરાગત રીતે જગદંબાની આરતી સ્તુતિ કરવામાં આવે છે અને ઉત્સાહપૂર્વક રાસ ગરબાની રમઝટ સાથે માં ની આરાધના કરવામાં આવે છે આ તકે આશ્રય ગૃહની કુલ ૧૧ આશ્રિત લાભાર્થી દીકરીઓને વિશેષ લહાણી આપવામાં આવી હતી.




Latest News