મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
SHARE
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
મોરબીમાં આવલે ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં માં ગરબીનું આયોજન કરવામાં આવે છે તેના મેદાનમાં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 જેટલા ખેલૈયાઓએ ભાગ લીધેલ હતો અને રાસની રમઝટ બોલાવી હતી આ આયોજન માટે માં ગરબી મંડળના સંચાલક ડો. જયરાજસિંહજી જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો. આ વેલકમ નવરાત્રીમાં ઈલેક્ટ્રીક બાઈકના સ્પોન્સર સંસ્થાના વાઈસ પ્રેસિડન્ટ સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા હતા. અને આ કાર્યક્રમમાં સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા, સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા, સોનુબેન કોટક, મંજુબેન સિંગલ, શોભનાબેન કણસાગરા, દિવ્યાબેન છગ, મનિષાબેન ગણાત્રા, પારૂલબેન પરમાર, હીનાબેન પંડ્યા, નિમિષાબેન ખન્ના ,આરતીબેન, કોમલબેન આચાર્ય, ચંદાબેન કાબરા વિગેરે હાજર રહયા હતા અને તેઓના તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પૂર્વ પ્રમુખ મયુરીબેન કોટેચા સહિતનાઓએ યોગદાન આપ્યું હતું. અને ઉમાશ બ્યુટી પાર્લરના સંચાલક ઉમાબેન સોમૈયા તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. આ વેલકમ નવરાત્રીમાં નિર્ણાયક તરીકે રાજકોટના નિધી દવે તેમજ ડો. રિશીતા જોષીએ સેવા આપી હતી