મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા


SHARE









હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા

હળવદના ચંદ્રગઢ ગામે યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી છે જેથી કરીને હાલમાં મૃતક યુવાનના કાકાએ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા શામજીભાઈ કરસનભાઈ જાદવએ હાલમાં અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનો ભત્રીજો અનિલ રામજીભાઈ જાદવ (27) તેઓની વાડીએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ હોય વાડીએ ગયો હતો અને મોડી રાત સુધી તે ઘરે પાછો આવ્યો ન હતો જેથી અનિલભાઈને તેની પત્ની દ્વારા ફોન કરવામાં આવ્યો હતો ત્યારે તેનો ફોન પણ રીસીવ થયો ન હતો જેથી અનિલભાઈને તેના પરિવારજનો શોધવામાં આવી રહ્યો હતો અને તેણે શોધતા શોધતા અનિલભાઈના પરિવારજનો વાડીએ પહોચ્યા હતા ત્યારે વાડીએ ખાટલા પાસેથી ફરિયાદીના ભત્રીજા અનિલભાઈ જાદવનો હત્યા કરેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તેને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોય તાત્કાલિક અનિલભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાનના કાકાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે વાડીએ રહેલા યુવાનની હત્યા કોના દ્વારા કરવામાં આવી ? શા માટે કરવામાં આવી ? તે સહિતની પ્રશ્નોનો ભેદ ઉકેવા માટે અને આરોપીને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે રામજીભાઈ જાદવનો એકનો એક દીકરો અનિલભાઈ જાદવ હતો અને તેની હત્યા કરવામાં આવતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે




Latest News