મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં થયેલા નાના મોટા અકસ્માતના બનાવમાં કુલ મળીને 7 વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.

માળીયા મીંયાણા નજીક માળીયાના ઓવર બ્રિજ નીચે સર્વિસ રોડ પાસે એસટી બસની સાથે ડબલ સવારી બાઈક અથડાયું હતું.આ બનાવમાં ઇમરાન જુસબભાઇ નોતિયાર (૨૩) રહે.નવા અંજીયાસર માળિયા મિંયાણા તથા હુશેન કરીમભાઇ નોતીયાર (૨૨) રહે.ભોડીવાંઢ માળીયા મીંયાણા નામના બે યુવાનો ઇજા પામ્યા હોય બંનેને અહિંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

માળિયા મીઁયાણા ખાતે ઇન્ડીયનના પેટ્રોલ પંપ પાસેથી પગપાળા જઈ રહેલા દેવસિંગ લક્ષ્મણસિંગ રાઠોડ (૩૫) રહે.ઉદેપુર રાજસ્થાનને અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા દેવસિંગને ૧૦૮ વડે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીની વાવડી ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા જીલુબેન ગોરડભાઈ જંખેલીયા (૬૨) રહે. માધાપર રાજકોટ વાળાને આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા

હળવદના મયુરનગર ગામે રહેતા ઉગાભાઇ બચુભાઈ ડાંગર નામના ૫૦ વર્ષના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે મયુરનગરના પાટીયાથી આગળ ધનાડા રોડ ઉપર તેનના બાઈક સાથે ભેંસ અથડાતા અકસ્માત બનાવ બન્યો હતો. જે બનાવમાં ઇજા પામેલા આધેડને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.

મોરબીની અણીયારી ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ટોલનાકા નજીક ડબલ સવારી બાઇકને બોલેરોના ચાલકે હળફેટે લેતા મિતલબેન હનુભાઇ કોળી (૨૬) રહે.વિરમગામ અમદાવાદ અને વનાભાઈ રમણભાઈ ચૌહાણ (૪૫) રહે. અમદાવાદ વાળાઓને ઇજાઓ થઈ હોય બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News