મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં


SHARE









મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં

મોરબીના જીવાપર ગામ પાસે આવેલ લિયોગ્રેસ સીરામીક ખાતેના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના બળવાની જિલ્લાના રીવાઝ તાલુકાના રાજપર ગામે કુકડીયા ખેડા વિસ્તારમાં રહેતા પરિવારનો અરવિંદ દિનેશભાઈ નામનો બે વર્ષનો બાળક રમતા રમતા ગત તા.૭-૧૦ ના કારખાનાના લેબર કવાર્ટરની બાલ્કનીમાંથી નીચે પડી ગયો હતો.જેથી ઇજા પામ્યો હોય તેને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

અજાણ્યા માણસે પત્થર વડે માર માર્યો

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સેલટોસ સેનેટરી નામના કારખાના ખાતે રહી ત્યાં મજૂરી કામ કરતાં મનોજ રાજેન્દ્રભાઈ મલિક નામના ૨૧ વર્ષના યુવાનને કારખાનાના પાછળના ભાગે અજાણ્યા માણસે પત્થર વડે માર મારતા મનોજને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી.

છરી વડે હુમલો

માળીયા મીંયાણાના વવાણીયા ગામે છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલા યાસીન સલીમભાઈ સાઇચા (૧૯) રહે.આદિપુર કચ્છ ને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીના રવાપર રોડ ઉપર કાનાભાઈની દાબેલી પાસે રોડ નજીકથી બીમાર હાલતમાં રાજુભાઈ નામના ૪૫ વર્ષના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.હાલ તેમના વાલીવારસ ન હોય પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર પાસે રહેતા મુન્નાભાઈ સુરમંતાભાઇ નામના ૩૦ વર્ષના યુવાનને ઘરે ભાઈ દ્વારા માર મારવામાં આવેલ હોય સારવારમાં ખસેડાયો હતો. તો વાંકાનેર નજીક આવેલા લુણસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં અનિલ શાંતિભાઈ સિસોદિયા (૩૫) અને શાંતિભાઈ અમરભાઈ સિસોદિયા (૬૦) રહે.બંને લુણસર ને ઈજા થઈ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવને પગલે મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણકારી કરી હતી. તેમજ ટંકારાના હડમતીયા ગામે રામાપીરના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ અણદાભાઈ બાલાભાઈ ગારડી નામના ૩૫ વર્ષના યુવાનને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

એનડીપીએસના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો.જેમાં અગાઉ બે લોકોને પકડવામાં આવ્યા હતા.અને તે કેસમાં તપાસ કરીને તાલુકા પીએસઆઇ અંબારિયા દ્વારા હાલમાં નિઝામુદ્દીન ઉર્ફે નીઝામભાઇ હાસમભાઇ કટિયા મિંયાણા (૨૦) રહે.ત્રાજપર ખારી સરકારી સ્કૂલ પાસે સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.




Latest News