મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં નજીવી વાતમાં એક અધિકારીએ બીજા અધિકારીને માથામાં પંચિંગ મશીન ફટકારયું મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે પાણી કેમ કાઢો છો કહીને યુવાનને 3 મહિલા સહિત 8 લોકોએ માર માર્યો માળીયા (મી)ના વર્ષમેડી ગામ પાસે ફાટક નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં 9 વર્ષના બાળકનું મોત મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા


SHARE









મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા

અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી-એકતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર, કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.

 એકતા દિવસની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીની સાથે ગુજરાત રાજ્યમાં પણ અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 31 ઓક્ટોબર, એકતા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શનાળા રોડ ઉપર આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડને પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ દોડમાં સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ચેરમેન મેઘરાજસિંહ ઝાલા અને નવનીતભાઈ કુંડારિયાક સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો, મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, કમિશ્નર સંગીતા રૈયાણી, એસપી મુકેશ પટેલ તેમજ અધિક કલેક્ટર, ડીવાયએસપી, ડેપ્યુટી કમિશનરો સહિતના અધિકારીઓએ અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. અને મોરબીના શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે દોડ પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ સહુ કોઈએ એકતા શપથ ગ્રહણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 




Latest News