મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં નજીવી વાતમાં એક અધિકારીએ બીજા અધિકારીને માથામાં પંચિંગ મશીન ફટકારયું મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે પાણી કેમ કાઢો છો કહીને યુવાનને 3 મહિલા સહિત 8 લોકોએ માર માર્યો માળીયા (મી)ના વર્ષમેડી ગામ પાસે ફાટક નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં 9 વર્ષના બાળકનું મોત મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત


SHARE









મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

મોરબીના સનાળા ગામ પાસે આવેલ લીમડા વાળા મેલડી માતાજી મંદિર પાસેથી વૃદ્ધ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના  બનાવમાં વૃદ્ધને કપાળ, બંને હાથ અને બંને પગમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સનાળા ગામે રામ ચોક પાસે રહેતા દિલીપભાઈ સવજીભાઈ પાડલીયા (44)એ હાલમાં ટ્રક નંબર પીબી 65 એટી 1945 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામે આવેલ લીમડા વાળા મેલડી માતાજીના મંદિર સામે રોડ ઉપરથી તેઓના પિતા સવજીભાઈ પાડલીયા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધેલા હતા જેથી ફરિયાદીના પિતાને કપાળ, બંને હાથ અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News