મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ

મોરબી તાલુકાના કેરાળી ગામના વતનીએ પોતાના ઘરે સોલાર ફીટ કરાવતા લાઈટના પ્રશ્ન થતાં તેમણે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી રામભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમા કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે સોલારમાં ખામી દૂર કરવા અને ખર્ચ ચુકવવા હુકમ કરેલ છે.

મોરબી તાલુકાના કેરાળીના વતની લાખાભાઈ આલાભાઇ ચાવડાએ ચાંચાવદરડાના ન્યાલકરણ એનર્જી એલ.એલ.પી. પાસેથી પોતાના ઘરે સોલાર પ્લાન્ટ લગાવેલ તેમાં લાઈટનાં પ્રશ્ન આવતા અને ઈન્વર્ટરને કારણે પ્રોબલેમ થતો હોય તે બાબતે અવાર-નવાર કંપનીને જાણ કરી હતી.પરંતુ કંપનીએ ગ્રાહક પ્રત્યે ધ્યાન આપ્યુ નહીં.જેથી લાખાભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના રામભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે કંપનીને કહ્યુ કે તમારી સેવામાં ખામી છે.ગ્રાહકને સંતોષ થાય તે રીતે ઈન્વર્ટર તથા અન્ય ખામી દુર કરી સોલાર વ્યવસ્થિત ચાલે તેમ કરી આપવા અને રૂ.૫૦૦૦ ખર્ચ પેટેના ચુકવવા હુકમ કરેલ છે. ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૮૮૦૪૭ ૮૮૦૪૮) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News