હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ
મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ
SHARE
મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ
મોરબીમાં ગાડી લીધી હતી અને ત્યાર બાદ ગાડી વેચનારે ગાડી નથી વેચવી તેવું કહ્યું હતું જેથી યુવાને ગાડી પછી આપી દીધી હતી જેની સામે ગાડીના મૂળ માલિકે ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ હતી જેમાં આરોપની બે વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની ડબલ રકમનો દંડ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, મોરબીમાં રહેતા ફરીયાદી અમરશીભાઇ જેઠાભાઇ ચાવડાએ આરોપી હિતેશકુમાર બી. રામાવત (ગજાનંદ ટ્રાન્સપોર્ટ) રહે. મોરબી વાળાને તેની માલીકીની મારુતી સુઝુકી અીંગા વાહન કાર વેચવાનું હોય ફરીયાદીને આ વાહન ખરીદવાનું હતું જેથી બંને વચ્ચે તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ વાહન અંગે વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. અને આરોપી પાસેથી વાહનના કુલ રૂ.૯,૧૮,૦૦૦/-માં વેચાણ રાખવાનું નક્કી કરેલ છે અને તેજ દિવસે રૂ.૫,૦૦,૦૦૦/- રોકડા ચુકવી આપેલા છે અને બાકીના રકમ રૂ.૪,૧૮,૦૦૦/- આરોપી આ વાહનની લોન પુરી ભર્યા અંગેનું એન.ઓ.સી. સર્ટીફીકેટ આપ્યેથી બાકીની રકમ ચુકવી આપવાનું નકિક થયું હતું. આરોપીએ ફરીયાદીને એન.ઓ.સી. સર્ટીફીકેટ આપતા બાકીની રકમ રૂ.૪,૧૮,૦૦૦/- ચુકવી આપેલ છે. ત્યારબાદ આ વાહનની આર.સી.બુકમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ટીટીઓ ફોર્મમાં સહી કરાવવા માટે ગયેલા ત્યારે આરોપીએ ફરીયાદીને કહેલ કે મારે આ ગાડી નથી વહેચવી ગાડી પરત આપી દો તેઓ પૈસા પરત આપી દેશે જેથી ફરીયાદીએ ગાડીનો કબજો પરત સોપી આપેલ છે જોકે, આરોપીને ગાડી પેટે ચુકવેલ પૈસા પરત કરવા માટે કહેતા આરોપીએ ફરીયાદીને રૂ.૯,૧૮,૦૦૦/- નો ચેક આપેલ હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ફ.કલાસ જજ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૫ ની સાલમાં દાખલ કરેલ હતો. જેમાં આરોપીએ ચેકની બાકી રકમ નહિ ચુકવતા અને ફરીયાદની ટ્રાયલ ચાલી જતા તેમજ ફરીયાદીની સર તપાસ, ઊલટ તપાસ, પુરાવા અને બંને પક્ષકરોના વકીલો ની દલીલોને ધ્યાનમાં રાખી મોરબીના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફ.કલાસ જજ સાહેબએ આરોપી હિતેશકુમાર બી. રામાવતને બે વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂ.૯,૧૮,૦૦૦/- ની ડબલ રકમ રૂ.૧૮,૩૬,૦૦૦/-નો દંડ આરોપીને ફરમાવવામાં આવે છે. અને ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહિત ચુકવી આપવા તથા આરોપી દંડ ન ભારે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કરમશી ડી. પરમાર રોકાયેલ હતા.









