મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ


SHARE









મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ

મોરબીના નીચીમાંડલ ગામ પાસે યુવાન તેના મિત્ર સાથે નાસ્તો લેવા માટે દુકાને ગયો હતો અને ત્યાં દુકાનદારને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરતા હતા દરમિયાન યુવાનની સાથે રહેલ માણસ તેની સાથે છે કે કેમ તે બાબતે દુકાનદાર દ્વારા બે વખત તેને પૂછવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાળ આપીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આટલું નહીં પરંતુ હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે, સામાપક્ષેથી પણ એક શખ્સની સામે ફરિયાદ નોધાવવામાં આવેલ છે.

મૂળ ચોટીલા તાલુકાના સુરઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નીચીમાંડલ ગામ પાસે આવેલ સેમીસ્ટો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ છાસિયા (28)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ રહે. બંને રાધે પાન શીવ પેટ્રોલ પંપની બાજુમાં નીચી માંડલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નીચીમાંડલ ગામે પાસે ફરિયાદી અને અનિલભાઈ આરોપીની દુકાને નાસ્તો લેવા માટે ગયા હતા અને નાસ્તો લઈને અનિલભાઈ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરતા હતા ત્યારે આરોપી જીતુભાઈએ ફરિયાદીની સાથે રહેલ માણસ તેની સાથે છે કે કેમ તે બાબતે બે વાર ફરિયાદીને પૂછ્યું હતું ત્યારબાદ ગાળ આપીને ફરિયાદીને હાથ ઉગામીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન ફરિયાદીના શેઠ સ્મિત પટેલ અને કિશન પટેલ ત્યાં આવી ગયા હતા અને તેની ગાડીમાં ફરિયાદી બેઠેલ હતો દરમ્યાન વિપુલભાઈ પટેલે ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે જેથી બે શખ્સની એસએમે યુવાને નોંધાવેલ ફરિયાદ અઆધારે પોલીસે એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. જ્યારે સામાપક્ષે આ બનાવ સંદર્ભે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી સોસાયટીમા રહેતા દુકાનદાર જીતેન્દ્રભાઈ વનજીભાઈ કૈલા (38)એ હિતેશભાઈ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓએ આરોપીને દુકાનના થડા પાસેથી દૂર જવા માટે કહ્યું હતું તે બાબતે આરોપીએ દુકાનદાર સાથે બોલાચાલી અને ઝઘડો કરીને ગાળો આપી હતી જેથી પોલીસે વેપારીની ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે




Latest News