હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ ના કોર્પોરેટર કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા વોર્ડ નં.૬ માં કેજી તથા ધોરણ ૧ થી ૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વોર્ડના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મોરબીના સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા મેઈન રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ભાજપના પુર્વ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ડો.દિલીપભાઈ ભટ્ટ, ભુપતભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, જયવંતસિંહ જાડેજા, અજયભાઈ કોટક, વિવેકભાઈ ગોલતર, ક્રિષ્નાબેન પરમાર, વિક્રમભાઈ વાંક, એન.એન. ભટ્ટ, અમૂલભાઈ જોષી, નિમેષભાઈ અંતાણી, મુકેશભાઈ પંચોલી, પી.પી.જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સાથે જ વિદ્યાર્થીઓને જીવનમાં સતત મહેનત, શિસ્ત અને શિક્ષણના માધ્યમથી આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા સન્માન સમારોહ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન મળવાની સાથે સમાજમાં શિક્ષણ અને મહેનતનું મહત્વ વધુ મજબૂત બને છે.




Latest News