વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE











ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત

ટંકારાના લજાઈ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈપણ કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે પરણીતાનું મોત નીપજયું હતું જ્યારે માળિયા મીયાણાની ભીમાસર ચોકડી પાસે હોટલે ચા પાણી પીવા માટે ઉભેલ ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત નીપજયું છે.


મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઇ ગામે ઈલમુદ્દીનભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નાનકીબેન રાકેશભાઇ મેડાઉંમર (28) નામની પરણીતા વાડીએ હતી ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તે પરણીતાને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન પરણીતાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક મહિલાના પિતા કલસિંગભાઈ મંગલિયાભાઈ વસુનિયા (65) રહે. મેઢા ગામ જીલ્લો અલીરાજપુર એમપી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી યુવાનનું મોત
રાજસ્થાનના દિપાલી બડાખેડાના રહેવાસી ડ્રાઇવર વિક્રમસિંહ કિશનસિંહ રાવત (49) માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસે આવેલ ભેરુનાથ હોટલે ચા પાણી પીવા માટે ઉભેલા હતા ત્યારે હોટલ પાસે તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું જાહેર કર્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News