મોરબી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર દીકરી કરિશ્મા ડામોરની ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી
મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરનારા 4 શખ્સોની ધરપકડ
SHARE
મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરનારા 4 શખ્સોની ધરપકડ
મોરબીના જુના સાદુળકા ગામ પાસે નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ટીમે થોડા દિવસો પહેલા રેડ કરીને એક હિટાચી, બે ડમ્પર અને એક ટ્રેક્ટર લોડરને જપ્ત કર્યા હતા જો કે, ત્યાર બાદ ચાર શખ્સોએ ત્યાં આવીને ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ઝઘડો કર્યો હતો અને ઢિકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોમાંથી એક ટ્રેક્ટર લોડરને બળજબરીપૂર્વક આરોપીઓ લઈ ગયા હતા જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીની વૃંદાવન સોસાયટીમાં આવેલમાં એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાણ ખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઇઝર તરીકે કામ કરતા વિપુલભાઈ હસમુખભાઈ કંદોઈ (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપસિંહ જીવુભા ઝાલા, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને પ્રવીણભાઈ જીવાભાઈ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ નદીની પટમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય ત્યાં ચેકિંગ દરમિયાન ફરિયાદીની ટીમ દ્વારા વાહનોને સીઝ કરવામાં આવ્યા હતા તેવામાં ચારેય આરોપીઓ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એજે 1681 તથા એન્ડેવર કાર લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીની સાથે બોલાચાલી કરીને તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટૂનો માર માર્યો હતો તેમજ આરોપી જયદીપસિંહ ઝાલાએ ફરિયાદી અને સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે જપ્ત કરેલા વાહનોમાંથી એક ટ્રેક્ટર લોડરને બળજબરીથી આરોપીઓ લઈ ગયા હતા જેથી અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ.આંબરિયા અને તેઓની ટીમે આરોપી જયદીપસિંહ જીવુભા ઝાલા (49) રહે. 4 વૃષભનગર મોરબી, માનવેન્દ્રસિંહ બાલભદ્રસિંહ ઝાલા (21) રહે. આનંદનગર મોરબી, હરદીપસિંહ દિલીપસિંહ જાડેજા (35) રહે. મયુર સોસાયટી મોરબી અને નવીન રામજીભાઈ દેકાવાડીયા (27) રહે માટેલ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે