મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર દીકરી કરિશ્મા ડામોરની ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી


SHARE









મોરબી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર દીકરી કરિશ્મા ડામોરની ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી

કોઈ વિદ્યાર્થિની પોતાની મહેનત અને સંકલ્પથી સફળતાનું શિખર સર કરે ત્યારે તેના પરિવારની સાથે તેને ભણાવનાર શિક્ષકો અને સમગ્ર સંસ્થા પણ ગૌરવ અનુભવે છે. નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થિની કરિશ્માબેન જયંતીભાઈ ડામોરે આવી જ ગૌરવપૂર્ણ ક્ષણ નવયુગ પરિવારને ભેટ ધરી છે. ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-૧ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પસંદગી પામેલાં કરિશ્માબેનને સમગ્ર નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

“મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે” એ કહેવતને જાણે આ પિતા–પુત્રીની ગૌરવગાથાએ સાર્થક કરી છે. કરિશ્માબેનના પિતા જયંતીભાઈ ધનજીભાઈ ડામોર મોરબી જિલ્લામાં પોલીસ વિભાગમાં સેવા આપી રહ્યા છે અને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થયેલા છે. પિતાએ પોતાની કર્તવ્યનિષ્ઠાથી પરિવારનું નામ રોશન કર્યું છે, તો દીકરીએ પોતાની મહેનત અને દૃઢ સંકલ્પથી એ ગૌરવમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે. પિતાની છાતીએ સેવાસન્માનનો ચંદ્રક અને દીકરીના ખભે જવાબદારીના સિતારા—સમગ્ર ડામોર પરિવાર માટે આ ગર્વનો અવસર છે.નવયુગ માટે આ આનંદ અત્યંત આત્મીય છે. પોતાના આંગણે ભણેલી દીકરીને જવાબદારીભર્યા પદ સુધી પહોંચતી જોવી એ શિક્ષકો અને સંસ્થા માટે અમૂલ્ય સંતોષની ક્ષણ છે. કરિશ્માબેનની આ સિદ્ધિ દીકરીઓના શિક્ષણમાં વિશ્વાસ રાખતા દરેક પરિવાર માટે પણ પ્રેરણાનો સંદેશ છે. મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યુ હતું કે, કરિશ્માબેનની સફળતાથી સમગ્ર નવયુગ પરિવાર ગૌરવ અનુભવે છે. અને સંવેદનશીલતા, પ્રામાણિકતા અને હિંમત સાથે ફરજ નિભાવીને સામાન્ય નાગરિકનો વિશ્વાસ બનો તથા અનેક દીકરીઓને આગળ વધવાની પ્રેરણા આપો એવી શુભકામનાઓ પાઠવી હતી




Latest News