મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત


SHARE









માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત

વાંકાનેરના વસુંધરા ગામે ભરડીયાના ઓપર ઉપરથી પડી જવાના કારણે માથામાં ઇજા થતા યુવાનનું મોત નીપજ્યું હતુ જ્યારે ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાના પાસે બહારના ભાગે ઉભેલા યુવાનને પડી જતા તેને માથામાં હેમરેજ થતા તેનું મોત નીપજ્યું હતું અને હળવદના રણમલપુર ગામે વાડીએ સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના વસુંધરા ગામે આવેલ પાવન સ્ટોન ક્રશરની મજુરની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ શંકરભાઈ વસાવા (46) નામનો યુવાન ભરડિયાના ઓપર ઉપર ઉભો હતો દરમિયાન તેને અચાનક આંચકી આવતા તે અકસ્માતે નીચે પડી ગયો હતો જેથી કરીને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ખાખરેચી ગામની સીમમાં આવેલ લેમિટ પેપરમીલ કંપનીની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા ધીરેન્દ્રસિંગ મહેન્દ્ર ઠાકોર (40) નામનો યુવાન ગઈકાલે વહેલી સવારે કારખાનાની લેબર કોલોનીની બહાર ખુલ્લા મેદાનમાં ઊભો હતો ત્યારે પોતે પોતાની જાતે પડી જતા બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને મૃતક યુવાનને માથામાં હેમરેજ થવાથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે કુલદીપભાઈ વરમોરાની વાડીએ રહીને મજૂરી કામ કરતા સબીયાભાઈ જગલીયાભાઈ ધાણક (35) વાડીએ હતા અને ત્યાં સૂતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર રાત્રિના સમયે તેઓને કરડી ગયું હતું જેથી આ યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કિંદરભાઈ જગલિયાભાઈ ધાણક (38) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News