મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં


SHARE









મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાના મંદિર પાસે તા.૯-૧૦ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં રીક્ષાને અજાણ્યા ટ્રકના ચાલકે ઝપટે લીધી હતી.આ અકસ્માત બનાવમાં આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતેથી પરત મોરબી આવી રહેલા મૂળજીભાઇ બટુકભાઈ સરાવલીયા (૩૮), મીનાબેન મૂળજીભાઈ સરાવલિયા (૩૫), રાહુલ મૂળજીભાઈ સરાવલીયા (૧૮) અને સુનિતાબેન સુરેશભાઈ વસાવા (૨૦) ચારેય રહે.ડોવેલ સિરામિક લેબર ક્વાર્ટર માટેલ રોડ મોરબી ને ઇજાઓ પહોંચી હોય ચારેયને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપી જેલ હવાલે

થોડા સમય પહેલા મોરબીના જોધપર નદી ગામે કારખાનામાં સાથે કામ કરતાં પરિવારની સગીરવયની દીકરીનું એક ઇસમ અપહરણ કરી ગયો હતો.જે અંગે ફરિયાદ નોંધાવો પામી હતી.જેની તપાસ તાલુકા પોલીસ મથકના પીઆઇ ઘેટીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.અને પોક્સો, અપહરણ દુષ્કર્મના આ ગુનામાં હાલમાં તાલુકા પોલીસ દ્વારા આરોપી અર્જુન રમેશભાઈ મસાનિયા (૨૧) રહે બાધ તા.કુકસી જી.ધાર મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે છેલ્લા કેટલાક સમયથી દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલ રજપૂત (૨૨) રહે.માથક તા.હળવદની પેરોલ ફર્લોની ટીમ દ્વારા ધરપકડ કરી સંલગ્ન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.




Latest News