મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ


SHARE









મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ

કચ્છના પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે બિરાજમાન માં આશાપુરાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચે છે. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને સાકાર કરતા પદયાત્રીઓની સેવા માટે મોરબીના યુવાનો દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી સતત ‘હરતો ફરતો સેવા કેમ્પ’નું આયોજન કરવામાં આવે છે. શ્રી આશાપુરા ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિ પદયાત્રીઓ માટે રાહતરૂપ બની રહી છે.

માતાના મઢ તરફ જતાં માર્ગો પર પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને થાક, ગરમી અને લાંબી મુસાફરીના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં પદયાત્રીઓને જરૂરી સુવિધાઓ મળી રહે અને તેમની યાત્રા વધુ સરળ બને તેવા ઉમદા આશય સાથે શ્રી આશાપુરા ગ્રુપના યુવાનો દ્વારા હરતો ફરતો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ઠંડાં પીણાં, ફરસાણ, નમકીન અને લીંબુ શરબત જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. શ્રી આશાપુરા ગ્રુપના યુવાનો દ્વારા માતાજીના દર્શન માટે નીકળેલા પદયાત્રીઓની નિઃસ્વાર્થ સેવા કરવાના ભાવ સાથે પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. અને આ આયોજનને સફળ બનાવવા માટે મનીષભાઈ દેવમુરારી (ટીંબડી), રમેશભાઈ રૈયાણી (લક્ષ્મીનગર), મહંત ભરતદાસબાપુ કુબાવત (નારીચાણીયા હનુમાનજી મંદિર, મોટા રામપર), કિશોરભાઈ વિરપરિયા, હિરેન દેવમુરારી, નિખિલ દેવમુરારી, પિયુષ પટેલ, ભદ્રેશભાઈ દેવમુરારી અને ભાવિન દેવમુરારી સહિતના યુવાનો જહેમત ઉઠાવે છે.




Latest News