મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા


SHARE









વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા

વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં આવેલ સિસ્કોન સીરામીક કારખાનાની પાછળના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 27,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામની સીમમાં આવેલ કારખાનાની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બીપીનકુમાર ભાણજીભાઈ દલસાણીયા (45) રહે. 102 રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ પહેલો માળ રવાપર રોડ મોરબી, આનંદભાઈ મનસુખભાઈ બરાસરા (29) રહે. નવા જાંબુડીયા મોરબી, યોગેશભાઈ ઘનશ્યામભાઈ અઘારા (38) રહે. ચમનપર અને રામનરેશ જગનસિંહ હરસાણા (34) રહે. મલ્ટી સિરામિક જેતપરડા તાલુકો વાંકાનેર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 27,900 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો રાકેશ સંતોષભાઈ (30) નામના યુવાનને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી

ફિનાઇલ પી લીધૂ
મોરબીના બરવાળા ગામે રહેતા શારદાબેન રણજીતભાઈ (33) નામના મહિલાએ કોઈ કારણોસર ફીનાઈલ ફી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળી ગામ પાસે શાંતિનગરમાં રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ તારબુંદીયા (30) નામનો યુવાન ઓફિસેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક ગાય સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News