મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો


SHARE









વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

વાંકાનેરમાં એક વર્ષ પહેલા મિત્ર સાથે થયેલ માથાકૂટ સમયે મિત્રના પરિવારને મોરબી મુકવા માટે ગયેલા યુવાન અને તેની સાથે રહેલા અન્ય બે વ્યક્તિ કારમાં જતા હતા ત્યારે તેની કારને 10 જેટલા શખ્સો દ્વારા બોલેરો અને બાઇકથી રોકવામાં આવી હતી અને બાદમાં પાઇપ અને ધોકા વડે હુમલો કરીને ગાડીમાં નુકસાન કર્યું હતું તેમજ યુવાનને પાઇપ અને ધોકા વડે માથા અને શરીરે માર મારીને ઇજા કરી હતી તેમજ હાથ, પગે અને સાથળના ભાગે ફેક્ચર જેવી ઇજા કરેલ છે જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને 10 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરની મિલ કોલોની સ્ટેશન રોડ ઉપર ગેબી પાનની સામેના ભાગમાં રહેતા દેવાભાઈ સુરેશભાઈ ચૌહાણ (22)એ હાલમાં રહીમ રાયધન, અકબર મુસા, સોહિલ કટિયા, સુમિત કોળી, મોયનો, ચંકીળો ઉર્ફે ખાનભાઇ, રમજાનભાઈ રહે. બધા વાંકાનેર તથા ત્રણ અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મિત્ર સાથે અગાઉ રહીમ રાયધનને એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો તે વખતે ફરિયાદી તેના મિત્રના ફેમિલીને મોરબી ખાતે મુકવા માટે ગયેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓ વચ્ચે મનદુઃખ ચાલતું હતું દરમ્યાન ફરિયાદી અને તેના મિત્ર સ્વીફ્ટ કારમાં બહારગામ જતા હતા ત્યારે આરોપી અકબર મુસા અને સોહિલ કટિયા તથા અજાણ્યા માણસોએ લોખંડના પાઇપ અને ધોકા વડે બાઇકમાં આવીને ફરિયાદી અને સાહેદ લખુભા ગઢવી જે ગાડીમાં હતા તેના કાચ ફોડી નાખ્યા હતા તેમજ ગાડીમાંથી નીચે ઉતારીને લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો. અને આરોપી સુમિત કોળી બોલેરો ગાડીમાંથી ઉતરીને ગાડીના આગળના ભાગમાં ધોકો માર્યો હતો ત્યારે ફરિયાદી કાર લઇને ભાગવા જતા રહીમ રાયધન દ્વારા બાઈક આડુ નાખીને કાર રોકવામાં આવી હતી અને અજાણ્યા માણસ દ્વારા લોખંડનો પાઇપ અને છુટા પથ્થરના ઘા કારમાં મારવામાં આવ્યા હતા જોકે ફરિયાદીએ કાર રોકી ન હતી અને ત્યાંથી ભાગી જતાં ફરિયાદી તથા સાહેદ કરણ ગઢવી અને લખુભા ગઢવી ઘરમાં ઘૂસી ગયા હતા ત્યાં આવીને આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદીને ઘરની બહાર કાઢીને સુમિત કોળીએ માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો જ્યારે અન્ય આરોપીઓએ ધોકા અને પાઇપ વડે હાથ પગ ઉપર મારમારીને ગંભીર ઇજા કરી હતી આટલું જ નહીં પરંતુ ફરિયાદીને વીસીપરા તાલુકા શાળા પાસે લઈ જઈને રમજાન કટિયાએ ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય આરોપીઓએ ત્યાં પણ ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને ડાબા હાથની કોણી, ડાબા પગના ઘૂંટણ અને સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી અને ફરિયાદીની કારમાં નુકસાન કર્યું હતું તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News