મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
SHARE
દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાને પોતાની અર્ટિકા ગાડી વેચી દીધી હતી અને ત્યાર બાદ તે ગાડી રાજકોટ ખાતે દારૂના ગુનામાં પકડાઈ હતી જો કે ગાડી યુવાનના નામે હોવાથી તે છોડાવવા માટે જતો ન હતો જેથી બે શખ્સો જુદી જુદી બે કારમાં તલવાર અને પાઇપ લઈને યુવાનની પાસે આવ્યા હતા ત્યારે યુવાન મારથી બચવા માટે ક્રેટા ગાડીના બેસી ગયો હતો ત્યારે ક્રેટા ગાડીના કાચમાં પાઇપ મારીને ગાડીમાં નુકસાન કર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા અર્શદભાઈ હૈયાતભાઈ વડાલીયા (23)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમનભાઈ હુસેનભાઇ પીપરવાડીયા અને સાકીરભાઇ હુસેનભાઇ પીપરવાડિયા રહે. બંને મેસરીયા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાની અર્ટિકા કાર આરોપીઓના ભાઈજીના દીકરા રફિકભાઈ પીપરવાડિયા રહે. રાજકોટ વાળાને વેચાણથી આપેલ હતી જે ગાડીની લોન ચાલુ હોવાથી ગાડી ફરિયાદીના નામે જ હતી અને ગાડી રાજકોટ ખાતે દારૂના ગુનામાં પકડાઈ જતા ફરિયાદી ગાડી છોડાવવા માટે નહીં જતા તે બાબતનો ખાર રાખીને આરોપી અમન સ્વિફ્ટ ડિઝાયર કારમાં તલવાર લઈને અને સાકીર સેન્ટ્રો કારમાં લોખંડનો પાઇપ લઈને ફરિયાદીને મારવા માટે આવ્યા હતા તારે ફરિયાદી ત્યાંથી ભાગવા જતાં આરોપીઓ ફરિયાદીની પાછળ આવ્યા હતા અને ફરિયાદી સાહેદ દોલુભાઈની ક્રેટા કારમાં બેસી જતા કારના આગળના કાચમાં સાકીરે લોખંડનો પાઈપ મારીને નુકસાન કર્યું હતું. જેથી આ બનાવ સંદર્ભે હાલમાં બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે