મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
SHARE
મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
મોરબીમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં “માં ગરબી”નું આયોજન કરવામાં આવે છે ત્યાં શહેરના દરેક વિસ્તારમાંથી દરેક સમાજના બહેનો ગરબે રમવા માટે આવતા હોય છે અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જવું હોય તો લાકડા જેવી ફી ચૂકવીને પાસ લેવા પડતાં હોય છે પરંતુ અહીંયા વિનામૂલ્ય બહેનો ફ્રી સ્ટાઈલ રાસ રમી શકે છે અને સૌથી મોટી વાતએ છે કે માં ગરબીમાં સ્ટેજ ઉપરથી કયારે પણ હિન્દી ફિલ્મના ગીત ગાવામાં આવતા નથી માત્ર માતાજીનાં ગરબા ગાવામાં આવે છે અને બહેનો ગરબે રમે છે.
નવરાત્રી દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસનો ક્રેઝ છેલ્લા વર્ષોમાં ઘણો વધી ગયો છે ત્યારે મોરબીના સમાકાંઠા વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા “મા ગરબી” નું આયોજન કરવામાં આવે છે અને ત્યાં ન માત્ર સોસાયટીના બહેનો પરંતુ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી બહેનો રાસ ગરબા રમવા માટે થઈને આવતા હોય છે અને અહી બહેન દીકરીઓ પોતાને મનગમતા ફ્રી સ્ટાઈલ ગરબા પણ રમતી હોય છે
“માં ગરબી”માં દરરોજ ગરબા રમવા માટે થઈને આવતા બહેનોના કહેવા મુજબ અર્વાચીન રાસોત્સવના જે આયોજન કરવામાં આવે છે ત્યાં ગરબા રમવા માટે જવું હોય તો લાકડા જેવી ફી આપીને પાસ લેવા માટે પડે છે જોકે, માં ગરબીનું આયોજન કરનાર સમગ્ર ટીમ દ્વારા બહેનોની સલામતીને પ્રાધાન્ય આપીને કોઈપણ પ્રકારનો ચાર્જ વગર બહેનો અર્વાચીન રાસની જેમ જ અહિયાં ફ્રી સ્ટાઈલ ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી નવ દિવસ સુધી નવરાત્રીમાં બહેનો અહીં ગરબા રમવા માટે આવે છે
“માં ગરબી”ના આયોજક જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી તેઓની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરે છે અને આ ગરબીમાં બહેનો અર્વાચીન રાસની જેમ ફ્રી સ્ટાઈલ ગરબે રમી શકે તેવું આયોજન કર્યું છે પરંતુ સ્ટેજ ઉપરથી કયારે પણ હિન્દી ફિલ્મના ગીત ગાવામાં આવતા નથી અને આ ગરબીમાં કોઈપણ પ્રકારની જ્ઞાતિ જાતિના વાળા રાખવામા આવતા નથી અહી કોઈ પણ બહેન દીકરી ગરબે રમવા માટે આવી શકે છે તેમની પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.