મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો


SHARE







ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો

ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં જ્યાં માતાજીની સ્થાપના કરી હતી ત્યાં મહિલા દ્વારા મંદિર બનાવવામાં આવતું હતું જોકે, મંદિર બનાવતા હતા તે જગ્યાની બાજુમાં જેનું મકાન હતું તે લોકોને આ મંદિર બને તે ગમતું ન હતું જેથી મંદિર બનાવનાર મહિલા સાથે બોલાચાલી ઝઘડો કરીને મહિલાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ટંકારાના ઓટાળા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નં 5 માં રહેતા રસીલાબેન રમેશભાઈ ભાલોડીયા (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રસિકભાઈ શામજીભાઈ સિણોજીયા તથા તેમના પત્ની મુન્નીબેન રસિકભાઈ સિણોજીયા રહે. બંને ઓટાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ફરિયાદીએ ઓટાળા ગામે સરકારી જમીનમાં દસ વર્ષથી માતાજીની સ્થાપના કરેલ છે અને ત્યાં મંદિરનું કામ કરતા હતા જો કે, તે જગ્યાની બાજુમાં જ આરોપીનું મકાન આવેલું હોય ફરિયાદી મંદિર બનાવતા હતા તે વાત તેઓને ગમતી ન હતી જેથી આરોપી રસિકભાઈ દ્વારા પાવડા વડે ફરિયાદીને શરીરના ભાગે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને ગાળો આપવામાં આવી હતી જ્યારે તેના પત્ની મુન્નીબેન દ્વારા વાળ ખેંચીને ઝપાઝપી કરીને ફરિયાદીને જાનતી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News