મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના પીપળી ગામેથી ટીંબડી ગામ તરફ જતા રોડ ઉપર શનિવારે વહેલી સવારે સાતેક વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં ચાર સવારી સ્કૂટર ઉપર વિદ્યાર્થીઓ સ્કૂલે જતાં હતા ત્યારે આગળ જઇ રહેલા પાણીના ટેન્કરને ઓવરટેક કરતા સમયે સામેથી આવતા ટ્રેક્ટરની સાથે ધડાકાભેર બાઇક અથડાયું હતું. જે બનાવમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું મોત નિપજયુ હતું. અને ત્રણ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી જો કે, આ બનાવમાં મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટી-2 માં રહેતા રાધેશ્યામભાઈ સોકતસિંગ રાવત (39)એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે 20 એક્યૂ 3255 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનો દીકરો રામચંદ્ર રાધેશ્યામ રાવત (15) બાઇક નંબર જીજે 36 એએચ 6710 ચલાવી રહ્યો હતો અને તેની સાથે બાઇક ઉપર આર્યન મનીષભાઇ ગેડીયા (14) રહે.શિવપાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી, પ્રિન્સ પ્રકાશભાઇ જોશી (14) રહે.શિવપાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી અને રાજદીપ નટવરભાઈ ભાંભોર (14) રહે.ટીંબડી પાટીયા મોરબી વાળા બેઠેલા હતા અને તેઓ સ્વસ્તિક હાઈસ્કુલ પીપળી ખાતે જતા હતા ત્યારે વાહનનો ઓવરટેક કરવા જતાં સમયે સામેથી આવતા ટ્રેક્ટર સાથે તેઓની બાઈક અથડાયું હતું જે બનાવમાં ફરિયાદીના દીકરાને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જો કે, અન્ય ત્રણ બાળકોને ઇજા થઈ હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News