રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો


SHARE







ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકાર તાલુતાના હડમતીયા ગામની પાસે લજાઈ ચોકડી નજીક આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં ત્રણેક દિવસ પહેલા રાત્રે બે કર્મચારીઓ વચ્ચે કોઈ મુદદે ઝગડો થતો હતો.તે બંને સામસામે ધોકા ઉગામતાં હતાં ત્યારે મુળ બિહારનો મજુર યુવાન  તે બંનેને છોડાવવા માટે વચ્ચે પડયો હતો.તે સમયે તેને ધોકાના ઘા લાગી જતાં ગંભીર ઈજાઓ થયેલ હોય મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જયાં રાજકોટ ખાતે શનિવારે સવારે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવ હત્યામાં પલટાયો હોય હાલમાં ટંકારા પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ શરૂ કરેલ છે.

સુત્રો દ્રારા પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના હડમતીયામાં લજાઇ ચોકડીની પાસે આવેલ મેઘાટોન પોલીમર્સ નામના યુનિટમાં કામ કરતો અને ત્યાં જ રહેતો મનોહરરાજ સંજયભાઇ મંડલ (ઉ.વ.૩૦) મૂળ બીહારી યુવાન તા.૧૪-૧૦ ના રાતે અગીયારેક વાગ્યે કંપનીમાં હતો.ત્યારે બે મજુરો રાજ અને રોશન વચ્ચે કોઈ વાતે ઝઘડો થયા બાદ બંને ધોકા લઈને એકબીજાની સાથે મારામારી કરી રહ્યા હતાં.તે સમયે આ બંનેને છોડાવવા માટે મનોહરરાજ મંડલ વચ્ચે પડ્યો હતો.તે સમયે તેને માથામાં ધોકાના ઘા લાગી જતાં ગંભીરપણે ઘવાયો હોય ટંકારા બાદ મોરબી સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં આજે તેનું મોત નિપજયુ હતુ.

મૃતક મનોહરરાજ મંડલ મુળ બિહારનો વતની હતો અને ચાર બહેનનો એકનો એક વચેટ ભાઈ હતો.તેના મોતથી બે દિકરાઓએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.




Latest News