રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE







મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેતીને પ્રોત્સાહન પૂરું પાડવા અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને તે હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેન્દ્ર પુરસ્કૃત ‘મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર - નેશનલ હોર્ટીકલ્ચર મિશન’ અંતર્ગત વિશેષ સહાયલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નાની નર્સરી (૦.૪ થી ૧ હેક્ટર) તેમજ મોટી નર્સરી (૧ થી ૨ હેક્ટર) ના ઘટકો માટે બાગાયતદાર ખેડૂતો લાભ મેળવી શકે તે માટે તા.૨૫/૧૦/૨૦૨૬ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત મોટી નર્સરી (૧ થી ૨ હે.) માટે કુલ ખર્ચના ૪૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨૪ લાખ સુધીની અને નાની નર્સરી (૦.૪ થી ૧ હે.) માટે ખર્ચના ૪૦ ટકા લેખે મહત્તમ રૂ. ૮ લાખ સુધીની સહાય પ્રો-રેટા મુજબ સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક બાગાયતદાર ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ પર નોંધણી કરીને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સાચવવાની રહેશે.મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની ‘નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ખાતે સબમિટ કરાવવાના રહેશે. મોરબી જિલ્લાના મહત્તમ બાગાયતદાર ખેડૂતોને આ આધુનિક નર્સરી સહાય યોજનાનો વ્યાપક લાભ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News