મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી
મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે
SHARE
મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે
મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સ માટે આગામી સોમવારના રોજ ગાંધીનગર ખાતે ચેરમેન શીશપાલ રાજપુતની અધ્યક્ષતાની હાજરીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સને હાજર રહેવાનુ છે.
મોરબી જિલ્લાના તમામ યોગ કોચ અને ટ્રેનર્સને જણાવવાનું કે, ચેરમેન શીશપાલ રાજપુતની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સ માટે આગામી સોમવાર તા. 19,ઓક્ટોબર 2026ના રોજ ગાંધીનગર ખાતે પ્રત્યક્ષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગમાં સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને ઝોનલ કો-ઓર્ડીનેટર વંદનાબેને રાજાણી દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને કોઈ કારણોસર સંર્પકમાં ન હોઈ તો પણ જાહેર રીતે મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સને જાણ કરવામાં આવે છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ખાતે મીટિંગમાં સમયસર હાજર રહી, જૂના કોઈ પ્રશ્નો જેવા કે, બાકી માનદ વેતન, કાર્યક્રમના બિલ, ટ્રાવેલિંગ ભથ્થું, કોચ, કો ઓર્ડીનેટરની નિમણુકમાં ગેરરીતિ, સમર કેમ્પ ફાળવણીમાં ભેદભાવ, જૂના કોઈ જવાબદાર સામે ફરિયાદ કે સૂચનો હોઈ, આ ખાસ બોલાવેલ મિટિંગમાં ગાંધીનગર ખાતે દરેક કોચ તેમના દરેક ટ્રેનર્સની ટીમ સાથે રૂબરૂમાં લેખિત રજૂઆત કરવા હાજર રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવેલ છે. ખાસ કરીને વંદનાબેન રાજાણીએ જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના દરેક યોગ ટ્રેનર અને કોચ સૌની હાજરી અનિવાર્ય છે. અને વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લા કોર કમિટીના પૂર્વ મેમ્બર અને યોગ ટ્રેનર મયુર કારીયાનો સંપર્ક કરવા જણાવ્યુ છે.