રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર


SHARE







મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે યોજાનાર 'લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ' (LEST-2027) ના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.

ઇચ્છુક અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ ૯ માટે https://cbseitms.nic.in/2026/nvsix_9 તેમજ ધોરણ ૧૧ માટે https://cbseitms.nic.in/2026/nvsxi_11 લિંક પર જઈને તદ્દન નિઃશુલ્ક ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત, અગાઉ અરજી કરનાર કે નવી અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે અરજીમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે તા. ૨૩ ઓક્ટોબર થી તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન 'કરેક્શન વિન્ડો' ખુલ્લી રહેશે. આ સુધારણા પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર કેટેગરી (Category), લિંગ (Gender), વિસ્તાર (Area) અને દિવ્યાંગતા (Disability) અંગેના નિર્ધારિત ક્ષેત્રોમાં જ સુધારો કરી શકશે. મોરબી જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓ આ તકનો લાભ લે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓને નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News