મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર
મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ
SHARE
મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ
મોરબીમાં વિજયા દશમીની ઉજવણી સામાકાંઠે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હતી અને ત્યાં શ્રી રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, મોરબીના રાજમાતાનું નિધન થતાં વિજયા દશમિના દિવસે યોજાનાર કાર્યક્રમ આયોજકો દ્વારા રદ કરવામાં આવેલ છે.
મોરબીમાં ધર્મરક્ષા સમિતિ દ્વારા વિજયા દશમીના દિવસે તા. 20 ને મંગળવારે રાત્રે 8:30 કલાકે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે શ્રી રામ લીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું 97 વર્ષની ઉમરે બોમ્બે ખાતે નિધન થયું છે જેથી કરીને મોરબી પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે મોરબીમાં ધર્મરક્ષા સમિતિ દશેરાની ઉજવણીના ભાગરૂપે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમ યોજવાનો હતો તેને સમિતિ દ્વારા રદ કરવામાં આવેલ છે અને આયોજકો દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને રાજમતા વિજય કુંવારબા સાહેબને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.