રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન


SHARE







રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન

મોરબીના પ્રજાવત્સલ રાજમાતા વિજયકુવરબા સાહેબનું મુંબઈ ખાતે નિધન થતા મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ શોકની લાગણી વ્યક્ત કરી છે અને તેઓએ જણાવ્યુ હતું કે, મુંબઈથી શનિવારે મહારાણી સાહેબનો પાર્થિવ દેહ મોરબી ન્યુ પેલેસ ખાતે આવી ગયેલ છે અને રવિવારે સવારે આઠ વાગ્યાથી તેઓના અંતિમ દર્શન મોરબી ન્યુપેલેશ ખાતે રાખવામાં આવેલ છે. ત્યાર બાદ ન્યૂપેલેસથી તેઓની અંતિમયાત્રા નીકળશે અને પ્રજાવત્સલ રાજવી  વાઘજી બાપુ અને રાજવી લખધીરસિંહજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ વંદન કરી વીસી ફાટકથી ધોળેશ્વર રાજવી સ્મશાન ગૃહે શાસ્ત્રોક્ત વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અને આવતીકાલે મોરબીના પ્રજાવત્સલ રાજમાતાશ્રી વિજયકુવરબા સાહેબના માનમાં મોરબી સ્વયંભૂ બંધ રાખી દરેક નગરજનો મહારાણી સાહેબની અંતિમ યાત્રામાં જોડાય તેના માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે




Latest News