વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
SHARE
વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું મેઈન વિષય ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઈનોવેશન અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2026 શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જામસર સીઆરસીની દરેક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો અને મોડેલ કૃતિનું મૂલ્યાંકન નિર્ણાયક દેત્રોજા તૃપલકુમારી અને ભાટિયા અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને જામસર તાલુકા શાળા અને સમથેરવા પ્રા.શાળાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવેલ છે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનારા તમામ બાળકોને જામસર સીઆરસી નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, તાલુકા શાળા આચાર્ય સોલંકી વિનોદભાઈ તેમજ આવેલ આચાર્ય દ્વારા શિલ્ડ, પ્રમાણ પત્ર અને ડોમ્સની કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યકમ માટે શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ અને વિનુભાઈ વાઘેલા તેમજ શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.