મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં
ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત
SHARE
ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવા માટે થઈને સત્યાગ્રહ છાવણી નાખીને છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે દરમિયાન ખેડૂત આગેવાનો સદસર ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓને સાથે રાખીને સરકાર સાથે શુક્રવારે બેઠક કરવા માટે ગયા હતા ત્યારે સત્યાગ્રહ છાવણી સાથે જોડાયેલા આગેવાનો તથા ગુજરાતના જુદા જુદા જિલ્લાના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા અને ગાંધીનગર ખાતે ઉર્જા અને કૃષિ મંત્રીની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં કુલ મળીને 24 જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને તે પૈકીના મોટાભાગના મુદ્દાઓ ઉકેલાઈ જાય તેમ છે જો કે, વીજ કોરિડોર અને વીજપોલના વળતરનો પ્રશ્ન ઉકેલાશે તો આંદોલનનો સુખદ અંત નજીકના સમયમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
જેતપર ખેડૂત આંદોલન સાથે જોડાયેલા પ્રતિકભાઇ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે સિદસર ઉમિયા ધામના ઉપપ્રમુખની હાજરીમાં ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ સંબંધિત વિભાગના સચિવ સહિતના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી અને ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂતોના જુદા જુદા 24 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તેના ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ખેડૂતોની તમામ રજૂઆતોને સાંભળવામાં આવી હતી અને હવે પછી મંત્રીઓ દ્વારા ખેડૂતોની રજૂઆતો બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે પછી ખેડૂતોને ફરી પાછા બોલાવવામાં આવશે અને તેઓની સાથે ચર્ચા કરવામાં આવશે
હાલમાં ખેડૂત આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ તેઓની માંગણીઓમાંથી વધુમાં વધુ માંગણીઓ સંતોષાય અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેના માટેના પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવશે તેવી ખાતરી તેઓને આપવામાં આવી હતી અને જે 24 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે પૈકીના મોટાભાગના મુદ્દાઓમાં સરકારનું હકારાત્મક વલણ છે જોકે, વીજપોલ અને કોરિડોર માટેના વળતરનો જે પ્રશ્ન છે તે ઉકેલાઈ જાય તો જેતપર ખાતેથી વીજપોલના વળતર માટે શરૂ થયેલ ખેડૂત આંદોલનનો સમગ્ર ગુજરાતની અંદર સુખદ અંત આવે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે જોકે, હવે મુખ્યમંત્રી સાથે મંત્રીઓની ચર્ચા વિચારણા થયા બાદ ખેડૂતોને પાછા મળવા માટે ક્યારે બોલાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે