મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ
નવરાત્રી ચાલી રહી છે ત્યારે શેરીઓ અને ગલીઓમાં ઠેર ઠેર પ્રાચીન ગરબીઓ અને ફેશનેબલ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરી ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે સરકારી શાળાના નાના ભૂલકાઓ પણ આ ભક્તિથી બાકાત રહ્યા નથી. મોરબીના નવી પીપળી ગામે આવેલ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના નાના ભૂલકાઓએ રંગબેરંગી કપડાઓ પહેરી ગરબામાં જોડાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન બનીને બાળકોએ ગરબા લીધા હતા. આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય બીપીનભાઈ બાલાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.