મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ


SHARE







મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ટ્રકમાં લાવવામાં આવ્યો છે અને તેનું કટીંગ થવાનું છે તેવી ચોક્કસ હકીકત એલસીબીના પીઆઇને મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને તે સમયે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 5,616 બોટલો તથા બિયરના 4,608 ટીન ભરેલો ટ્રક મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો તેમજ ટ્રક, ત્રણ ટ્રેક્ટર, ચાર બાઈક એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 81,11,288 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પકડાયેલા આરોપી તેમજ ટ્રક ચાલક, દારૂ મંગાવનાર બે શખ્સ તથા ત્રણ ટ્રેક્ટર અને ચાર બાઈકના ચાલકો અને ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને મોકલાવનાર તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજાને મળેલી ખાનગી હકીકત આધારે મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર ઈંટોના ભઠ્ઠા પાસે વાડી વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રોહિતે ઉર્ફે બબલુ બાબુભાઈ અગેચાણીયા અને અક્ષય બાબુભાઈ અગેચાણીયા નામના બે શખ્સોએ મંગાવેલ દારૂ બિયરનો મોટો જથ્થો સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી કરીને દારૂની અલગ અલગ બ્રાન્ડની 5,616 બોટલ જેની કિંમત 41,10,288 રૂપિયા તથા બિયરના 4,608 ટિમ જેની કિંમત 5,76,000 અને ત્રણ ટ્રોલી સાથેના ટ્રેક્ટર, ચાર મોટરસાયકલ, એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 81,11,288 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો છે અને એક આરોપી સંદીપભાઈ ભુપતભાઈ અગેચાણીયા રહે. વીસીપરા કુંભારવાડા મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પકડાયેલ આરોપી ઉપરાંત ટ્રક નંબર આરજે 14 જીએચ 0333 નો ચાલક તેમજ રોહિત ઉર્ફે બબલુ બાબુભાઈ અગેચાણીયા અને અક્ષય બાબુભાઈ અગેચાણીયા રહે. બંને વીસીપરા મોરબી તેમજ ત્રણ ટ્રેક્ટર અને ચાર બાઈકના ચાલક તથા દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને મોકલાવનાર અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજા ની સૂચના મુજબ પીએસઆઇ બી.ડી. ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ એલસીબી અને પેરોલ ફર્લોના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News