મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત
SHARE
મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખરેએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની દફતર તપાસણી કરી હતી. આ દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનના અલગ અલગ રજીસ્ટર અને રેકોર્ડ બૂકની નોંધ અને વિગતો અંગે ચકાસણી કરી હતી. અને પોલીસ સ્ટેશનની દફતર તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનમાં લોકઅપ રૂમ, ઇન્વેસ્ટિગેશન રૂમ, મુદામાલ રૂમ, સાંત્વના રૂમ, કમ્પ્યુટર રૂમ, ક્રાઈમ ઓફિસ અને વાયરલેસ રૂમની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઈ ત્યાનાં રહીશો સાથે સંવાદ કર્યો હતો અને સ્વચ્છતા અંગે સમીક્ષા કરી હતી.