મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી
SHARE
મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી
સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા મોરબી-માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યાં ગરબીમાં ગરબે રમતી દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી
દર વર્ષેની જેમ આ વર્ષે પણ સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સીમાવર્તી સરહદી વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન શક્તિ પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાયા હતા અને નવરાત્રિમાં ભાગ લેતી કુલ ૭૦૦ જેટલી બાળાઓને લ્હાણી આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી વધુમાં આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળીયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા, હરીપર ગામમાં દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી